Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દામનગર પો.સ્ટે.. ના ટાઉન વિસ્તારમાં આવેલ ખોડીયારનગરમાં ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઇસમો ને રોકડ રૂ-૧૦,૧૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ

દામનગર પો.સ્ટે.. ના ટાઉન વિસ્તારમાં આવેલ ખોડીયારનગરમાં ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઇસમો ને રોકડ રૂ-૧૦,૧૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ
ભાવનગર રેન્જ આજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓ એ રેન્જના જીલ્લાઓ માં દારૂ જુગાર જેવી ગે.કા પ્રવૃતિઓ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ, તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેશો શોધી કાઢી ગે.કા પ્રવૃતિઓ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા તથા સર્કલ પો.ઇન્સ અમરેલીનાઓ દ્વારા આપેલ જરૂરી માર્ગદર્શન મુજબ દામનગર પો.સ્ટે. ના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ.શ્રી પી.એ.જાડેજા નાઓની રાહબરી તથા સુચના હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ હોય જેમા દામનગર પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમાં ખોડીયારનગરમાં ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે જાહેરમાં તીનપતીનો હાર-જીત નો જુગાર રમતા પાંચ ઇસમો ને રોકડા રૂ-૧૦,૧૧૦/-તથા ગંજીપતાના પાના નંગ ૫૨ કિ.રૂ ૦૦/૦૦ સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત
(૧) અર્જુનભાઇ જીવનભાઇ સાથળીયા ઉ.વ.૨૭ ધંધો-હિરા ઘસવાનો રહે.દામનગર,ખોડીયારનગર તા.લાઠી જી.અમરેલી (૨) શરદભાઇ ભનુભાઇ કુકવાવા ઉ.વ.૩૩ ધંધો-મજુરી રહે.દામનગર,ખોડીયારનગર તા.લાઠી જી.અમરેલી (૩)સંજયભાઇ જેરામભાઇ પાટડીયા ઉ.વ.૨૮ ધંધો-હિરાઘસવાનો રહે.દામનગર, ખોડીયારનગર તા.લાઠી જી.અમરેલી (૪)અલ્પેશભાઇ મનસુખભાઇ કુકવાવા ઉ.વ.૨૫ ધંધો-હિરાઘસવાનો રહે.દામનગર ખોડીયારનગર તા.લાઠી જી,અમરેલી (૫)વિશાલભાઇ વિનુભાઇ ઓગાણીયા ઉ.વ.૨૫ ધંધો-હિરાઘસવાનો રહે.દામનગર, ખોડીયારનગર તા.લાઠી જી.અમરેલી
આમ આ સમગ્ર કામગીરીમાં દામનગર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ.શ્રી પી.એ.જાડેજા નાઓ ની રાહબરી તથા સુચના મુજબ દામનગર ટાઉન બીટ અના.હેડ કોન્સ.કે.આર.સાંખટ તથા પો.કોન્સ.જયંતિભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ.વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓ કામગીરીમાં જોડાયેલ હતા…

संबंधित पोस्ट

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin

 વઢવાણ કારિયાણી ગામે થી વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી ઝડપાઈ

Karnavati 24 News

જામનગર નજીકના દરેડ ગામે માતાના ઠપકાથી લાગી આવતા પરપ્રાંતિય યુવાનનો આપઘાત

Karnavati 24 News

સિદ્ધુ મુસેવાલા મર્ડર : હત્યામાં 2 યુવતીઓનો ઉપયોગ થવાનો હતો

Karnavati 24 News

દાહોદ શહેરની એક મંદ બુદ્ધિ યુવતી નું અપહરણ કરી લઇ જતા દાહોદ એ ડિવિઝન પોલીસે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર SOG પોલીસે ચોરી કરેલ તાંબા પિત્તળના વાસણો સહિતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડયો

Admin
Translate »