Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ભરૂચ-દહેજ માર્ગ પર વધુ એક વાર ખાનગી લકઝરી બસ ની અડફેટે મોપેડ સવાર ઘાયલ

ભરૂચ-દહેજ માર્ગ પર વધુ એક વાર ખાનગી લકઝરી બસે એક મોપેડ ને અડફેટે લઇ અકસ્માત સર્જાયો, લકઝરી બસો દ્વારા વધતા અકસ્માતના બનાવો

ભરૂચ-દહેજ માર્ગ પર મઢુલી ચોકડી થી લઇ મનુબર ચોકડી સુધીને જોડતો માર્ગ અકસ્માત જોન બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,એક તરફ બિસ્માર માર્ગ પર પડેલા મસ મોટા ખાડાઓ થી બચાવ કરતા વાહન ચાલકો આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે, તો બીજી તરફ માથેલા સાંડ ની જેમ દોડતી ખાનગી લકઝરી બસો દ્વારા સતત અકસ્માત ની એક બાદ એક ઘટનાઓ સર્જવામાં આવી રહી છે,છેલ્લા એક માસ માં આ માર્ગ ઉપર અનેક અકસ્માત ની ઘટનાઓ સર્જાઈ ચુકી છે જેમાં એક બાળકીએ તો જીવ ગુમાવવા જેવી ઘટના પણ સર્જાઈ ચુકી છે,

ત્યારે આજે સવારે વધુ એક ઘટના શૅરપુરા નજીક થી સામે આવી હતી, જેમાં બાયપાસ તરફ થી શેરપુરા તરફ આવતા એક મોપેડ ચાલક ને પાછળથી પુર ઝડપે આવેલ ખાનગી કંપનીની લકઝરી બસે અડફેટે લેતા આખે આખી મોપેડ લકઝરી બસ ના બોનેટ ની નીચે ઘુસી ગઇ હતી તેમજ સુત્રોનું માનીએ તો મોપેડ ચાલક ને નાની-મોટી ઇજાઓ પહોંચી છે,ઘટના બાદ સ્થળ પર લોક ટોળાભેગા થયા હતા તેમજ મામલે પોલીસને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભરૂચ ના મઢુલી સર્કલ નજીક આજ પ્રકારે ખાનગી લકઝરી બસ ની અડેફેટ માં આવી જતા એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો તેમજ અન્ય બે વ્યક્તિ ઘાયલ થયા હતા તો એ ઘટના ના થોડા સમય બાદ જ અન્ય કેટલીક ઘટનાઓ સામે આવી હતી જેમાં મનુબર ચોકડી વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતી એક બાળકી લકઝરી બસ ની અડફેટે આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી,

ત્યારે આ પ્રકારની બાળકો સાથે બનતી ઘટનાઓ અને પુરપર રીતે દોડતી ખાનગી લકઝરીઓ ના આ પ્રકારના આતંક સામે હવે તંત્રએ પણ એક્શન માં આવી આવી બનતી ઘટનાઓ ઉપર કંઈ રીતે અંકુશ મેળવી શકાય તે માટે મંથન કરવાની ટાતી જરૂરિયાત ઉભી થઈ છે,

संबंधित पोस्ट

નરોડામાં ગાય અડફેટે આવતા યુવકનું સારવાર દરમિયાન મોત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સત્યેન્દ્ર જૈનની કસ્ટડી 13 જૂન સુધી લંબાવાઈ: EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ સાંભળીને આરોગ્ય મંત્રીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

Karnavati 24 News

મધરાતે આદિવાસી દંપતી પર હમલો કરી ચાર શખ્શોએ લૂંટ આદરી: લુટેરાઓને પકડવા પોલીસનું સઘન ચેકીંગ

Karnavati 24 News

પોલીસે માલણકા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

Admin

અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી પાસે એક મકાન ના સંતાડેલ વિદેશી શરાબ નો જથ્થો ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો