જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈ કાલે સાંજે રીક્ષાના પેસેન્જર ભરવાના વારાને લઈને બે રીક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોધાઇ છે. જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે જુની શાકમાર્કેટ પાસે રીક્ષા સ્ટેંન્ડ નજીક ગઈ કાલે નરપતસીંહ કલુભા જાડેજા રહે મોટા ખડબા ગામ ચોરાની સામે અને મહેંદ્રસીંહ કરણુભા વાળા રહે મોટા ખડબાગામ વાળાઓ વચ્ચે ગઈ કાલે સાંજે ચારેક વાગ્યે પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થઇ હતી. નરપતસિંહનો રીક્ષામા પેસેંજર ભરવાનો વારો હોવા છતા આરોપીએ આડેથી પોતાના રીક્ષામા પેસેંજર ભરવા લાગતા નરપતસિંહ તેઓને સમજાવવા ગાય હતા. જો કે સમજવાને બદલે આરોપીએ ઉસ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ઝગડો કરી શરીરે ઢીકા પાટુનો માર મારી તેમજ પોતાના પેંન્ટ ના નેફામાથી છરી કાઢી, જમણા હાથના ખંભાથી નીચેના ભાગે મારી ઈજા પહોચાડી હતી. આરોપીએ જમણા હાથની હથેરીમા અને શરીરે ઢીકા પાટૂનો માર મારી મુઢ ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી પીએસઆઈ ડીએસ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.