Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કામની વાત/ નિષ્ક્રિય બેંક અકાઉન્ટમાંથી પણ રૂપિયા ઉપાડી શકશો, શું છે રીત અને કેવા ડોક્યુમેન્ટની પડશે જરૂર

ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જો કોઈ ગ્રાહક પોતાના ખાતામાંથી 10 વર્ષ સુધી કોઈ લેવડદેવડ નથી કરતા તો તે ખાતામાં રહેલ રકમ અનક્લેમ્ડ થઈ જાય છે. જે ખાતામાંથી લેવડદેવડ નથી થતી, તે નિષ્ક્રિય થઈ જાય છે. અનક્લેઈમ્ડ રમક બચત ખાતા, ચાલૂ ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ અને રેકરિંગ ડિપોઝિટ ખાતામાં થઈ શકે છે. અનક્લેઈમ્ડ રકમને રિઝર્વ બેંક ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેયરનેસ ફંડમાં નાખી દે છે.

બેંકોને દર વર્ષે દાવા રહિત રકમમાં વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2021માં આ રકમ 39,264 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2019ના અંત સુધીમાં બેંકોમા આ આંકડો 18,380 કરોડ રૂપિયા હતો. સેવિંગ અને કરંટ અકાઉન્ટમાં જો બે વર્ષ સુધી કોઈ લેવડદેવડ ન કરવામાં આવે તો, અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. આવી જ રીતે એફડી અને આરડી ખાતામાં જો મેચ્યોરિટીના બે વર્ષ બાદ લેવડદેવડ ન થાય તો, તે અનક્લેઈમ્ડ થઈ જાય છે. જો અકાઉન્ટ આઠ વર્ષથી નિષ્ક્રિય હોય છે, તે અકાઉન્ટમાં પડેલી રકમને ડીઈએએફમાં મોકલી દેવામાં આવે છે.

શા માટે વધી રહી છે અનક્લેમ્ડ રકમ

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અનક્લેમ્ડ રકમ એટલા માટે વધી રહી છે કારણ કે ઘણા બધા ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યા છે. દર વર્ષે આવા ખાતામાંથી પૈસા ડીઈએએફમાં જાય છે. કોઈ બેંક અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય તો, કેટલાય કારણો હોય છે. જેમ કે અકાઉન્ટ હોલ્ડરનું મોત થઈ જવું, પરિવારના લોકોને અકાઉન્ટ વિશે જાણકારી ન હોવી. ખોટુ સરનામુ અથવા તો ખાતામાં નોમિની ન હોવા.

કેવી રીતે કરશો ક્લેઈમ

જો કોઈ નિષ્ક્રિય અકાઉન્ટના ડોક્યુમેન્ટમાાં કોઈ નોમિનીનું નામ નોંધાયેલુ હોય તો નોમિની સરળતાથી અનક્લેઈમ્ડ રકમ પર દાવો કરી શકે છે. નોમિનીને ખાતાધારકનું મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું રહેશે. સાથે જ કેવાયસી ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે. જો જોઈન્ટ અકાઉન્ટ હોય તો, બેંક જે અકાઉન્ટ હોલ્ડરનું મોત થઈ ચુક્યું છે. તેનુ નામ હટાવી દેશે અને જીવીત અકાઉન્ટ હોલ્ડરને તમામ અધિકાર આપી દેશે.

संबंधित पोस्ट

કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા ! થશે પૈસાનો વરસાદ, ફરી DA આટલા ટકા વધશે

Karnavati 24 News

અદાણી ગ્રુપના આ 4 શેર છેલ્લા 6 મહિનાથી લૂંટાઈ રહ્યા છે, 99થી વધીને 226 ટકા થઈ ગયા

Karnavati 24 News

અદાણી ગ્રૂપની બે કંપનીઓની ઉલટી ચાલ, ઘટી રહેલા માર્કેટમાં શેરના ભાવ વધ્યા

Karnavati 24 News

બિઝનેસ આઈડીયા/ આ મસાલાની ખેતી કરીને આપ સરળતાથી કમાઈ શકશો લાખો રૂપિયા

Karnavati 24 News

LIC આપી રહી છે 20 લાખ રૂપિયા, મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યાં છે લાભ: તમે લીધો કે નહીં, અત્યારે જ કરો એપ્લાય

Karnavati 24 News

એક મહિના સુધી સિમ કાર્ડ રહેશે એક્ટિવ, આ છે Airtel, Jio અને Viના રિચાર્જ પ્લાન

Admin
Translate »