જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પર પિતા પુત્રને આંતરી લઇ ચાર સખ્સોએ સખ્ત માર મારી ગંભીર ઈજા પહોચાડ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. અગાઉના ઝઘડાના મનદુઃખને લઈને આરોપીઓએ ધમકી આપી મારામારી કરી હોવાની સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે નાશી ગયેલ આરોપીઓની શોધખોળ શરુ કરી છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર મારામારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુબજ, શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ શીવસાગર પાન દુકાન પાસે ગઈ કાલે જુબેર અજીજભાઇ ખાખી રહે.અલસફા પાર્ક સોસાયટી હુશેની ચોક મોરકંડા રોડ જામનગર વાળા અને તેના પુત્ર રેહાન પર હાજી અયુબ ખફી તથા અયુબ ખફી તથા અકીબ ખફી અને નુમાન ગોરી નામના સખ્સોએ હુમલો કર્યો હતો. લાકડાના ધોકા સાથે ઘટના સ્થળે ઘસી આવેલ ચારેય આરોપીઓએ રા રેહાન ને જાપટો મારી તથા બન્ને માથા ના ભાગે લાકડાના ધોકા વડે એક એક ઘા મારી માથા ના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી. આ ચારેય આરોપીઓએ પુત્ર ઉપરાંત તેના પિતાને શરીરે લાકડા ના ધોકા વડે જેમ ફાવે તેમ માર મારી, ડાબા પગ તથા હાથ ના ભાગે ફેક્ચર તથા મુંઢ ઇજા પહોચાડી હતી. આ બનાવને અંજામ આપી ચારેય સખ્સો નાશી ગયા હતા જયારે બંને ઘવાયેલ પિતા પુત્રને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં રેહાનના પિતાએ સીટી એ ડીવીજન પોલીસમાં ચારેય સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ થયેલ માથાકૂટને લઈને ચારેય સખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ બનાવને લઈને પોલીસે ચારેય સખ્સોની શોધખોળ હાથ ધરી છે.