Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અરવલ્લી : ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકશો તો જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાશે

મોડાસા શહેરમાં પણ અગાઉ ટુ વ્હીલર વાહન પર બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો હોવાથી જીલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી જાહેરસ્થળોએ ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર ૧૫ એપ્રિલ સુધી નધણિયાત મુકવા નહીં નું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

ગુજરાત રાજ્યમાં અમદાવાદ,મોડાસા શહેર (અરવલ્લી), તેમજ બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી શહેરમાં આતંકવાદી સંગઠનો દ્વારા શ્રેણીબધ્ધ બોબ્મ વિસ્ફોટો કરવામાં આવે છે. જે તમામ બનાવને જોતાં જાહેર જગ્યા ઉપર બોબ્મ વિસ્ફોટ કરવા માટે ખાસ કરીને સાયકલ તથા ટુ વ્હીલર વાહન ઉપર ટીફીન બોક્ષ અથવા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી રાખી બોબ્મ ધડાકા કરવામાં આવે છે. મોડાસા શહેરમાં પણ અગાઉ ટુ વ્હીલર વાહન પર બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો હોવાથી જીલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી જાહેરસ્થળોએ ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર ૧૫ એપ્રિલ સુધી નધણિયાત મુકવા નહીં નું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

અરવલ્લી જીલ્લા અધીક કલેકટર એન.ડી.પરમારે ૨૨ માર્ચે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મોડાસા શહેરમાં અગાઉ ભૂતકાળમાં ટુ વ્હીલર વાહન ઉપર બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો હોવાનો ઉલ્લેખ કરી આવા બોબ્મ વિસ્ફોટો જ્યાં લોકોની વધુ અવર જવર હોય અને ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાયે કરવામાં આવે છે આ સ્થિતિને નિવારી શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારૂ અરવલ્લી જિલ્લાની જનતાએ સુરક્ષાની દ્રષ્ટિએ આવી જાહેર જગ્યાઓ ઉપર ટીફીન બોક્ષ અગર અન્ય કોઈ સામાન સાથે તથા સાયકલ તથા ટુ વ્હીલર વાહન કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકવું હિતાવહ નથી જેથી આવા આતંકવાદીઓના હિંસાત્મક કૃત્યોને રોકવા માટે જાહેર વ્યવસ્થા, શાંતિ સલામતી અને હિત જળવાઈ રહે આ જાહેરનામાનો સમગ્ર જીલ્લામાં અમલીકરણ કરવાનો રહશે અરવલ્લી જિલ્લામાં ટીફીનબોક્ષ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર સાધનો જાહેર રસ્તા,રોડ તથા ફુટપાથ ઉપર કોઈ વ્યક્તિની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) બિનવારસી મુકવા નહી. આવા ટીફીન બોક્સ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર વાહનો બિનવારસી હાલતમાં મળી આવશે તો પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકશે.આ જાહેરનામું ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ના ને કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

संबंधित पोस्ट

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિત્તે મેદરડા તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

Karnavati 24 News

 ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સોનાનો વેપારી લૂંટાયો

Karnavati 24 News

ભગવાનને પણ ના છોડ્યા, ચમારડી ગામમાં એક સાથે નવ સ્થળો પર તસ્કરો ત્રાટક્યા

Karnavati 24 News

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

Admin

पुर्तगाल के KFC मैनेजर को पीटा, कीमती सामान लूटा।

Admin

અમરેલીમાં ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત સંપન્ન

Karnavati 24 News
Translate »