Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અમરેલીમાં ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત સંપન્ન

નેશનલ લોક અદાલતમાં ૪,૨૮૨ કેસ ફેસલ થયા જે પૈકીના ૧,૬૫૬ પ્રિ-લીટીગેશનના કેસો ફેસલ થયા
પ્રિ-લીટેગેશનમાં રુ. ૩૫,૬૦,૦૭૮ અને સ્પેશિયલ સીટીંગ નીચે ક્લેઈમના કેસો તથા બીજા કેસો મળીને રુ.૪,૯૫,૯૭,૭૮૩ની માતબર રકમનનું ચૂકવણું થયું

અમરેલી જિલ્લામાં ગત તા.૧૩ ઓગસ્ટના રોજ ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી આર.ટી.વચ્છાણીના વડપણ નીચે યોજાયેલી નેશનલ મેગા લોક અદાલતમાં કુલ ૪,૨૮૨ કેસ ફેસલ થયા હતા. આ પૈકીના ૧,૬૫૬ -લીટીગેશનના કેસો ફેસલ થયા થયા હતા.  આ નેશનલ મેગા લોક અદાલતમાં એક જ દિવસ પ્રિ-લીટેગેશનમાં રુ.૩૫,૬૦,૦૭૮ અને સ્પેશિયલ સીટીંગ નીચે ક્લેઈમના કેસો તથા બીજા કેસો મળીને રુ.૪,૯૫,૯૭,૭૮૩ની માતબર રકમનનું ચૂકવણું થયું હતું. આ નેશનલ મેગા લોક અદાલતને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજશ્રી આર.ટી. વાછાણીના માર્ગદર્શન નીચે જિલ્લાના તમામ જ્યુડીશીયલ અધિકારીશ્રીઓતમામ ન્યાયાધીશશ્રીઓ અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રીએ તમામ ન્યાયાશ્રીશશ્રીઓઅમરેલી જિલ્લા વકીલ મંડળવકીલશ્રીઓ સાથે સંક્લન સાધ્યું હતું એમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.પી. દેવેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

સુરત: પ્રેમ સંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા મારી સાથે વાત નહોતી કરતી, ફેનિલે પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું.!

Karnavati 24 News

મોટી ખાવડી ખાતે મજુરી કામ કરતા સખ્સે અનેક મહિલાઓની વોટ્સએપમાં પજવણી કરી

Karnavati 24 News

વડોદરા: મધ્યપ્રદેશથી કારમાં શહેર આવતા 2 યુવક બે પિસ્તોલ, 4 જીવતા કારતૂસ સાથે ઝડપાયા, મોટા ગુનાને અંજામ આપવાની શંકા

Karnavati 24 News

 હળવદ : કારમાંથી ઓઈલ લીક થાય છે કહી નજર ચૂકવી ૪૦ લાખ લઈને ગઠીયો છુમંતર

Karnavati 24 News

ઉનાના દેલવાડામાં મુકબધીર યુવતિ બની હવસનો શિકાર . . .

અમરાપુર કાઠીના ગામે પોલીસે યુવાન પાસેથી દારૂ મળી આવતા ગુનો દાખલ કર્યો

Translate »