Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ભિલોડા : કુખ્યાત બુટલેગર સુકા ડુંડની ગેંગ પર GUJCTOC હેઠળ કાબુ મેળવ્યો, ધીરે ધીરે નવા બુટલેગરોનું સામ્રાજ્ય ઉભું થતા લોકોમાં ભય

સમગ્ર પંથકમાં બુટલેગરોના રંજાડથી તોબા પોકારી ઉઠેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં બુટલેગરો બિન્દાસ્ત બન્યા હોવાની સાથે ૧૦ થી વધુ યુવાન બુટલેગરો બેફામ બની વિદેશી દારૂની રેલમછેલ કરી રહ્યા છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ભિલોડા પંથકમાં આતંક મચાવનાર અને જીલ્લાના માર્ગે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર હત્યારા અને પોલીસ પર હુમલો કરવામાં પંકાયેલા કુખ્યાત સૂકા ડુંડ અને તેની ગેંગના ૧૮ ગુંડાઓને ગુજસીટોક હેઠળ ગુન્હો નોધી એક જ ઝાટકે પૂરા કરી નાખ્યા હતા, પરંતુ ભિલોડા પંથકમાં ધીરે ધીરે નવા લબરમૂછિયા બુટલેગરો પેદા થતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભિલોડા પંથકમાં સ્થાનીક પોલીસની મીઠી નજર તળે બૂટલેગરો બેફામ બન્યા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ભિલોડા પોલીસની કામગીરી શંકાના દયારામાં આવી ગઈ છે, કારણ કે, પંથકમાં ગાંજો અને ચરસ વેચાણ કરતા પેડલરો પણ યુવાધન અને લોકોને બરબાદીની ગર્તામાં ધકેલી રહ્યા છે. ભિલોડા પોલીસે કિશનગઢના મહેન્દ્ર મંગળા બોડાતના ઘરેથી 1100 રૂપિયાનો 112 ગ્રામ ગાંજો મળી આવતા દબોચી લઈ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ભિલોડા સહીત તાલુકામાં દીવસે ને દિવસે બુટલેગરોનો રાફડો ફાટી રહ્યો છે ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો રાજસ્થાન રાજ્યને અડીને આવેલા હોવથી દારૂના ધંધા રહેલી આંધળી કમાણીના પગલે લબરમૂછિયા યુવાનો બુટલેગરના ધંધામાં ઝંપલાવી રહ્યા છે ભિલોડા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં એકાદ બે પેટી વિદેશી દારૂ લાવી વેચાણ કરતા બુટલેગરો બિલાડીના ટોપની માફક ઉગી નીકળ્યા છે કેટલાક બુટલેગરોની હવે ભિલોડામાં દાદાગીરી પણ વધી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ભિલોડામાં માંગો તે બ્રાંન્ડ અને ગમે તે સમયે બુટલેગરો દારૂના રસિયાઓને પુરી પાડે છે ભિલોડા પોલીસ જો નવા ઉભા થયેલા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી નહીં કરે તો આગામી થોડાક જ સમયમાં કુખ્યાત બુટલેગર સુકા ડુંડ અને તેની ગેંગને પણ પછાડી નાખે તેવી બુટલેગર ટોળકી પેદા થવાનો ભય જાગૃત નાગરિકોને સતાવી રહ્યો છે ભિલોડા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

ભિલોડાના કેટલાક જાગૃત લોકોના જણાવ્યા અનુસાર એસપી સંજય ખરાતે સુકા ડુંડ અને તેની ગેંગ સામે ગુજસીટોક ગુન્હા હેઠળ મોટા ભાગના ગુંડાઓને જેલ પાછળ ધકેલી દેતા ભિલોડા સહીત સમગ્ર પંથકમાં બુટલેગરોના રંજાડથી તોબા પોકારી ઉઠેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં બુટલેગરો બિન્દાસ્ત બન્યા હોવાની સાથે ૧૦ થી વધુ યુવાન બુટલેગરો બેફામ બની વિદેશી દારૂની રેલમછેલ કરી રહ્યા છે ભિલોડા પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોવાની સાથે સ્થાનિક પોલીસની છત્રછાયા વગર ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલા શક્ય ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો

संबंधित पोस्ट

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલ હોટેલ માલિકનો મોબાઈલ ફોન ઝુંટવી સખ્સ નાશી છૂટ્યો

Karnavati 24 News

રાજકોટમાંથી મોટું જુગાર ક્લબ પકડાયું: પોલીસ દ્વારા ૧૫ જુગારી સાથે ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

उत्तर प्रदेश में महिला से छेड़छाड़ करने वाले व्यक्ति को निर्वस्त्र कर की धुनाई।

Admin

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ ભિલોડા નજીકથી પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

वेब सीरीज के नाम पर मॉडल की बनाई अश्लील फिल्म, निर्देशक और कैमरामैन गिरफ्तार

Admin

દેવું ચૂકવવા અને તાંત્રિક વિધિ માં નોટ નો વરસાદ કરવા જાલીનોટ બનાવનાર બે મહિલા પકડાઈ

Karnavati 24 News
Translate »