ઉમરગામ તાલુકાની નારગોલ ગ્રામ પંચાયત હર હંમેશ રચનાત્મક નિર્ણય લેવાના કારણે દેશભરની પંચાયતો માટે ઉદાહરણ પૂરી પાડવામાં આવ્યુ છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીના પરિણામ બાદ પંચાયતની મળેલી પ્રથમ સામાન્ય સભામાં સરપંચ સ્વીટીબેન વાય. ભંડારીના પ્રમુખપણાં હેઠળ કેટલાક મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં આજદિન સુધી ગુજરાત સહિત દેશભરની ગ્રામપંચાયતમાં ક્યારે ન કરવામાં આવ્યો હોય એવો ઠરાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સમર્થન આપતો ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવમાં “ગ્રામ પંચાયત ખાતે નવા મકાનની આકારણી કરતા સમયે નવા મકાનમાં શૌચાલયની સુવિધા છે કે કેમ તેની ખાત્રી કર્યા બાદ નવા મકાનની આકારણી કરવામાં આવશે”.તે ઉપરાંત નારગોલ વિસ્તારમાં ૨૦ માઇક્રોન્સથી ઓછી ધરાવતી પોલીથીનની થેલી પર પ્રતિબંધ મૂકવો અને વાપરનારાઓ સામે દંડ કરવો, રખડતા ઢોર માલિકો સામે દંડની કાર્યવાહી કરવી જેવા અનેક મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા. વર્ષ 2008માં ગ્રામ પંચાયત નારગોલને નિર્મળ ગ્રામ પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલના વરદહસ્તે હરિયાણાના હિસાર શહેર ખાતે પ્રાપ્ત થયો હતો. પંચાયતના આ ઠરાવની ચર્ચા થઇ રહી છે.
