કોંગ્રેસ પક્ષના ૧૩૭ માં સ્થાપના દિવસના અનુસંધાનમાં તા. ૨૮-૧૨-૨૦૨૧ થી તા. ૦૪-૦૧-૨૦૨૨ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સુચના અનુસાર ગુજરાતના તમામ જિલ્લામાં રાખવામાં આવેલ છે.
જેના સંદર્ભે આજ રોજ વડીલોનું ઘર (વૃદ્ધાશ્રમ) ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા વૃદ્ધાશ્રમ ખાતે રહેતા લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠી વાલા સહિતના કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમ માં વડીલોને ભોજન પીરસ્યું હતું