જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૭૨૬ કરોડ આપવામાં આવ્યા છે અને દાહોદ જિલ્લો વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યો છે. ૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ કરાયું છે અને રૂ. ૨૭૩.૬૮ લાખના ખર્ચે ૧૮૦ વિકાસ કાર્યોનો આજથી પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત ચાર નવા ગ્રામ પંચાયત ભવનનું રૂ. ૫૬ લાખના ખર્ચે પણ લોકાર્પણ કરાયું છે દાહોદમાં રૂ. ૯૪૪.૬૯ લાખના મનરેગાના ૧૧૨૬ કામોનું લોકાર્પણ અને રૂ. ૬૨.૫૯ લાખના ખર્ચે મનરેગાના ૮૭૫ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ૧૬૦૪ લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જયારે ૧૮ લાભાર્થીઓના આવાસનું ખાતમુહૂર્ત કરાયું છે. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૯૭૫૩૯ આવાસો મંજૂર થયા છે. જેમાંથી ૮૮૨૩૬ પરિવારોને પોતાનું ઘર મળી ગયું છે.