Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા
 આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપ-સિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા. આમ આદમી પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાત અને હિમાચલની જનતા આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આપશે. આવો સૌ સાથે મળી દેશના વડા-પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના નવ નિર્માણના ભગીરથ કાર્યમાં સહભાગી થઇએ. – પ્રદિપસિંહ વાઘેલા. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે, આમ આદમી પાર્ટીના કાર્યકરોની રજૂઆત કોઇ મોટા આગેવાન સાંભળતા જ નથી. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ તેમની વિઘાનસભામાં જ કામ કરી રહ્યા છે. – રાજભા ઝાલા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશમાં વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતી ભાજપ પાર્ટી કરી રહી છે જેનાથી પ્રેરાઇ દેશની અને ગુજરાતની જનતાની સેવા કરવા વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા છે. રાજભા ઝાલા આપ પાર્ટીના વિવિધ હોદ્દેદાર અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં પ્રદિપસિંહ વાઘેલાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભવિષ્યના ભારતના નિર્માણ માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે. આજે ભાજપની વિચારધારા સાથે જોડાઇ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા છે તેથી ભાજપના કાર્યકરો વતી તેમનું હૃદયથી સ્વાગત છે. પ્રદિપસિંહ વાઘેલા એ આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે. JNUમાં અફઝલ હમ શર્મિદા હૈ..તેરે કાતિલ ઝિંદા હૈ…ના નારા લગાવનાર લોકોને અને સુપ્રિમ કોર્ટે અફઝલને ફાંસીની સજા આપી હતી કોર્ટના આ નિર્ણય સામે સવાલો કરનાર લોકો વચ્ચે આપ પાર્ટીના નેતા કેજરીવાલ તેમને સમર્થન આપતા હતા. આપ પાર્ટીએ અર્બન નકસલી પાર્ટી છે જે ભારતને તોડવા માટેની રાજનીતી કરવા દેશભરમાં ફરી રહી છે. દેશમા ઘણા રાજયોની ચૂંટણીમાં તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાત અને હિમાચલની જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતની જનતા ફરી ભાજપને જીતાડી ઐતિહાસીક બેઠકોથી વિજય બનાવશે તેવો વિશ્વાસ છે. પ્રદિપસિંહ વાધેલાએ વધુમાં જણાવ્યું કે આવો સૌ સાથે મળી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના નવ નિર્માણના ભગિરથ કાર્યમાં સહભાગી થઇએ. ભારતની એકત અને અંખડતાને તોડવવા વાળી વિદેશી તાકતોના એજેન્ટોને ગુજરાતની જનતા જાકોરો આપશે. રાજભા ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે ભાજપમાં જોડાવવાથી આનંદની લાગણી અનુભવું છું. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે. રાજકીય પરિબળોના કારણે ભાજપ પાર્ટી છોડી હતી. રાજભા ઝાલાએ આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, દિલ્હીથી સંદિપ પાઠકે આપ પાર્ટીના સંગઠનનું ફેરવી નાખ્યું. પાર્ટીના કાર્યકરોએ મહેનત કરી તેમને બહાર કર્યા. આમ આદમી પાર્ટીમાં કાર્યકરો આજે ઘણા નારાજ છે. પાર્ટીના કાર્યકરોની રજૂઆત કોઇ મોટા આગેવાન સાંભળતા જ નથી. પાર્ટીમાં ટોચના નેતાઓ તેમની વિઘાનસભામાં જ કામ કરી રહ્યા છે. રાજુભાઇ ઝાલા- એ સંદિપ પાઠક પર આક્ષેપ કરતા જણાવ્યું કે આપ પાર્ટીના દિલ્હીના નેતા સંદિપ પાઠકે કાર્યકરોને વચન આપ્યું હતું કે જે સૌથી વઘુ ગેરેંટી કાર્ડ વહેચે તેને ટીકિટ આપવામાં આવશે પણ તેવું કોઇ વચન પુરુ કર્યુ નથી.આ કાર્યક્રમમાં પ્રદેશ મીડિયાના સહ પ્રવકતાઓ ,ભરતભાઈ ડાંગર હિતેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મીડિયાના સહ કન્વીનર ઝુબિનભાઇ આશરા સહિતના પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News

3જીએ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ સી આર પાટીલ રહેશે હાજર કમલમનડિયાદમાં તબક્કાવાર બેઠકો સંપન્ન

Karnavati 24 News

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

Admin

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

Translate »