Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા

 આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.
 રાજભા ઝાલાએ આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, દિલ્હીથી સંદિપ પાઠકે આપ પાર્ટીના સંગઠનનું ફેરવી નાખ્યું. પાર્ટીના કાર્યકરોએ મહેનત કરી તેમને બહાર કર્યા. આમ આદમી પાર્ટીમાં કાર્યકરો આજે ઘણા નારાજ છે. પાર્ટીના કાર્યકરોની રજૂઆત કોઇ મોટા આગેવાન સાંભળતા જ નથી. પાર્ટીમાં ટોચના નેતાઓ તેમની વિઘાનસભામાં જ કામ કરી રહ્યા છે. શ્રી રાજુભાઇ ઝાલાએ સંદિપ પાઠક પર આક્ષેપ કરતા જણાવ્યું કે આપ પાર્ટીના દિલ્હીના નેતા સંદિપ પાઠકે કાર્યકરોને વચન આપ્યું હતું કે જે સૌથી વઘુ ગેરેંટી કાર્ડ વહેચે તેને ટીકિટ આપવામાં આવશે પણ તેવું કોઇ વચન પુરુ કર્યુ નથી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મીડિયાના સહ પ્રવકતઓ ભરતભાઇ ડાંગર, હિતેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મીડિયાના સહ કન્વીનર ઝુબિનભાઇ આશરા સહિતના પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ નેતૃત્વમાં દેશમાં વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતી ભાજપ પાર્ટી કરી રહી છે જેનાથી પ્રેરાઇ દેશની અને ગુજરાતની જનતાની સેવા કરવા વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા છે. રાજભા ઝાલા આપ પાર્ટીના વિવિધ હોદ્દેદાર અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

संबंधित पोस्ट

મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

નીતીશ કુમાર બોલ્યા- ‘દરેક સમસ્યાનું થશે સમાધાન; તેજસ્વીએ કહ્યું- બિહારમાં વાતાવરણ સારું છે

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

Karnavati 24 News

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News
Translate »