કિવીમાં વિટામીન એ, સી, કે, પોટેશિયમ, ફાઇબર, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાયરલ જેવા અનેક ગુણો હોય છે. કિવી ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે જેથી કરીને અનેક બીમારીઓ સામે લડી શકાય છે. કિવી તમે કોઇ પણ સમયે ખાઇ શકો છો. એક્સપર્ટ અનુસાર સવારે ખાલી પેટે કિવી ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તો જાણી લો તમે પણ કિવી ખાવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે…
આ સમયે કિવી ખાઓ
અનેક લોકો કિવીને છોલીને ખાતા હોય છે, પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે કિવીની છાલમાં અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ માટે તમારે હંમેશા કિવીને છાલ સાથે ખાવી જોઇએ. તમારા ડેઇલી ડાયટમાં તમારે કિવીને એડ કરવી જોઇએ. તમે કિવીનો જ્યૂસ બનાવીને પણ પી શકો છો.
પાચનતંત્ર સારું રહે
કિવીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ સારું હોય છે, જેના કારણે દરરોજ એક કિવી ખાવાથી પાચનંતત્ર સારું રહે છે. આ સાથે જ કબજીયાત, ગેસ, એસિડિટી, અપચા જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.
હાર્ટને લગતી બીમારીઓથી દૂર રહો છો
એક્સપર્ટ અનુસાર સવારે ખાલી પેટે કિવી ખાવાથી કોલેસ્ટ્રોલ કટ્રોલમાં રહે છે. આ સાથે જ હાર્ટને લગતી અનેક બીમારીઓથી બચી શકાય છે. હાર્ટના દર્દીઓએ અચુક દિવસમાં એક વાર કિવી ખાવી જોઇએ.
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે
બ્લડ પ્રેશરના દર્દીઓએ દિવસમાં એક કિવી અચુક ખાવું જોઇએ. દરરોજ એક કિવી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
વજન ઉતરે
ફાઇબરથી ભરપૂર કિવી ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે ઓવરઇટિંગની સમસ્યાથી તમે બચી શકો છો. દરરોજ સવારે એક કિવી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે અને વધારે ભુખ પણ લાગતી નથી. આ માટે જો તમે વજન ઉતારવા ઇચ્છો છો તો તમારે દરરોજ સવારે એક કિવી ખાવું જોઇએ.