દેશમાં પણ કોરોના કેસોમાં ઘટાડો રાજ્યની જેમ જીવ મળી રહ્યો છે. દેશમાં નવા 30 હજાર કેસો નોંધાયા હતા જ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા હતા. ખાસ કરીને કોરોના ની ત્રીજી લહેરે શરૂઆતમાં કોરોના કેસોની રફતાર વધારી હતી તેમાં બિલકુલ ઓછા કેસો સામે આવી રહ્યા છે.
કેશો ઘટી રહ્યા હોવાથી લોકોએ પણ કોરોનાના કારણે અત્યારે રાહત અનુભવી છે. ખાસ કરીને કોરોનામાં જે રીતે કેસોની રફતાર જોવા મળી હતી તેની સરખામણીમાં તાજેતરની સ્થિતિ સુધરી છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 7 હજાર થઈ છે. દેશમાં 4 કરોડ 18 લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે.
જો કે કેરળમાં હજુ પણ કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે સૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે 10 હજારની આસપાસ કોરોનામાં કેસો નોંધાઈ રહ્યા છે કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા કેરળમાં 64 લાખ 28 હજારથી વધી છે.
જો કે ગુજરાત, દિલ્હી મુંબઈ જેવા રાજ્યો અને શહેરોમાં કોરોના કાબૂ પર આવ્યો છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર માસ્ક ફ્રી રાજ્ય કરવાની વિચારણા કરે છે.