Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશરાજકારણ

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

કોંગ્રેસ દ્વારા અત્યારે મોંઘવારીને લઈને રાષ્ટ્રવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલના ભાવ 100 ને પાર થતા તાજેતરમાં જ વિધાનસભા બહારો મોટો વિરોધ અલગ રીત કોંગ્રેસે સાયકલ પર આવવાનો કર્યો હતો.

પેટ્રોલ, ડિઝલ ખાદ્ય પદાર્થના ભાવમાં 1.5 ગણા જેટલો વધારો થયો છે. જ્યારે કે ઘઉ, કઠોળથી માંડી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવો તેમજ દવાઓના ભાવોમાં પણ 60 ટકા મોંઘવારીના લીધે ભાવો વધ્યા છે.

જાન્યુઆરી 2019ની વાત કરીએ તો પેટ્રોલ ડિઝલ અને રાંધણ ગેસના ભાવોમાં અંદાજે 56 ટકાનો વધારો થવા પામ્યો છે. રોજિંદા જીવનમાં વપરાશમાં લેવાતી ચીજ વસ્તુઓના ભાવો વધવાના કારણે લોકો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પરંતુ મોંઘવારી સતત વધી જ રહી છે.

રોજિંદા ખાદ્ય પદાર્થોના ભાવોમાં 31 ટકા નો વધારો થયો છે. હજુ પણ વધારો સતત વધતો જોવા મળી રહ્યાે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદય રોગ સહીતની દવાઓના ભાવોમાં 55 ટકાનો વધારો મોંઘવારીના કારણે જોવા મળ્યો છે.

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટની અંદર અત્યારે જોવા જઈએ તો તેમાં પણ રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતા લીંબુ મરચા, શાકભાજી સહીતના ભાવ આસમાને પહોંચ્યા છે. છુટક બજારોમાં શાકભાજીના ભાવો માં પણ વધઘટ જોવા મળી રહ્યાે છે. તેમાં પણ લીંબુ મરચાના ભાવો સૌથી વધુ વધ્યા છે.

संबंधित पोस्ट

રૂપિયો કેમ આટલો ઘટી રહ્યો છે?: SBI ચેરમેને કારણ જણાવ્યું કહ્યું- અમારા કરતાં માત્ર બે દેશોની કરન્સી સારી

Admin

રાજકોટમાં જાણો વિજય રુપાણીની સીટ પર કોણે કરી દાવેદારી, રુપાણીનું નામ લિસ્ટમાં નહીં

Admin

 ખેડા જિલ્લામાં નવ મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાપર્ણ કરતા સાંસદ જુગલજી ઠાકોર

Karnavati 24 News

ચીનમાં કોરોના કેસ: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચીનમાં આ સજા

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં પહોંચશે ગાંધીનગર, વિધાનસભાગૃહને 11 વાગે સંબોધશે

Karnavati 24 News