રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ છેલ્લા બે મહિનાથી જોવા મળી રહ્યો હતો પરંતુ રશિયાએ તેના સૈન્યને પરત બોલાવવાની તૈયારીઓને કરી દીધી છે. યુક્રેનની અંદર નિર્માણ થયેલી સ્થિતિના પગલે રસિયા અને યુક્રેન વચ્ચે મોદી રાત સુધી યુદ્ધ થાય તેવી સંભાવના રહેલી હતી. જો કે રસિયા નરમ પડ્યું છે અને તેને વાટા ઘોટા માટે તૈયારીઓ દર્શાવી છે.
જેના કારણે યુક્રેનમાં રહેલા ભારતીયોને પણ રાહત અનુભવાઈ છે. અગાઉ ભારતીયોને પાછા આવવા માટે ભારતે કહ્યું છે અને તેમને પરત લાવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. જો કે હવે રશિયાના આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. ધીરે ધીરે સૈન્ય પરત બોલાવવામાં આવી રહ્યું છે.
ભારતીય એમ્બેસીએ ભારતીય નાગરિકોને અને તેમાં પણ ખાસ કરીને યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવા કહ્યું હતું. જેમાં 600 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હતા. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે અમેરિકા, બ્રિટન, નોર્વે, જાપાન, લાતવિયા અને ડેનમાર્કે પહેલેથી જ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા જણાવ્યું હતું. બ્રિટન અમેરિકાએ તેમના મોટાભાગના નાગરિકોને પરત બોલાવી લીધા હતા. પ
પરંતુ અમેરિકા અને નાટો સાથે રસિયા વાટા ઘાટા માટે તૈયાર થયું છે. જેથી યુધ્ધ ટળે તેવી સભાવના છે.