વાસ્તુશાસ્ત્ર: જો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો સવારમાં ઉઠીને કરો આ કામ, નંબર 3 ખુબ જ જરૂરી…ઘરની સુખ-સમૃદ્ધિ જાળવવા લોકો ઘણા પ્રયત્ન કરે છે. કેટલાક લોકો એવા હોય છે જે ઘરની સુખ-સમૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સ અપનાવે છે. તેમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ બની શકતું નથી. કારણ કે તમારા દિવસની શરૂઆત ખોટી રીતે થાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો.વાસ્તુશાસ્ત્ર મુજબ સવારે શું કરવું જોઈએ?માતા-પિતાના ચરણ સ્પર્શ કરોવાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સૌથી પહેલા માતા-પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ. સાથે જ સવારે ઉઠ્યા પછી હાથની રેખાઓ જોઈને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણની સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધશે.તુલસીને જળ અર્પણ કરોસવારે ઉઠીને તુલસીજીને જળ અર્પણ કરો. જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી, શાંતિ અને ધન આવે છે.ઘરમાં છાંટો તુલસીનું પાણીસવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં તુલસીના પાન નાખો. હવે તેને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અને રૂમમાં સ્પ્રે કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સુખ-સમૃદ્ધિ રહેશે.ઘરમાં દીવો કરોસવારે ઘરમાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આ સાથે પૈસાની તંગી પણ દૂર થાય છે. આ સિવાય જો ઘરની મહિલા મુખ્ય દરવાજા પર પાણી રેડે છે તો લક્ષ્મીના ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે.સવારે ઘરમાં રંગોળી બનાવોસવારે ઘરની બહાર રંગોળી બનાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી અને અન્ય દેવતાઓ ઘર તરફ આકર્ષિત થાય છે.