



ઓલપાડ તાલુકા માંથી પસાર થતી કીમ નદી ફરી એક વાર દૂષિત થઈ છે.કીમ નદીમાં મિલોનું કેમિકલયુક્ત પાણી છોડાતા કીમ નદીના પાણીનો આખો રંગ બદલાયો છે.મહત્વનું છે કે કીમ નદી ખેડૂતો તેમજ પશુપાલકો માટે આશીર્વાદરૂપ છે ત્યારે કીમ નદીમાં મિલ માલિકો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા ખેડૂતો તેમજ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.કીમ નદીમાં વારંવાર દૂષિત પાણી છોડવામાં આવે છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વાર GPCB ને રજુઆત કરવામાં આવી છે પરંતુ મીલ માલિકો GPCB ને પણ જાણે ગોળીને પી ગયાં હોય તેમ બેફાર્મ રીતે કીમ નદીને પ્રદૂષિત કરી રહ્યા છે.કીમ નદીમાં દૂષિત પાણી છોદાતા અસંખ્ય જળચરના મોત થયાં છે અગાઉ પણ દૂષિત પાણી ને કારણે કીમ નદીમાં અસંખ્ય મછલાઓના મોત થયાં હતાં.જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજુઆત છતા પણ GPCB દ્વારા મિલ માલિકો ઉપર કોઈ કાર્યવાહી નહીં કરાતાં સ્થાનિકો GPCB ની કામગીરી ઉપર પણ શંકા કરી રહ્યા.વારંવાર કીમ નદીમાં મિલો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા ખેડૂતો,પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને માંગ કરી રહ્યા છે કે કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી નદીને દૂષિત કરનાર મીલ માલિકો ઉપર વહેલામાં વહેલી કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે GPCB દ્વારા મીલ માલિકો ઉપર નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.