યૂઝર્સને આજકાલ લાંબી વેલિડિટીવાળા પ્લાન ખુબ પસંદ આવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલ (Airtel) યૂઝર્સને કેટલાક જબરદસ્ત વિકલ્પ આપી રહ્યાં ચે. આ બંને કંપનીઓ પાસે 56 દિવસની વેલિડિટીવાળા કેટલાક દમદાર પ્લાન છે.
યૂઝર્સને આજકાલ લાંબી વેલિડિટીવાળા પ્લાન ખુબ પસંદ આવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલ (Airtel) યૂઝર્સને કેટલાક જબરદસ્ત વિકલ્પ આપી રહ્યાં ચે. આ બંને કંપનીઓ પાસે 56 દિવસની વેલિડિટીવાળા કેટલાક દમદાર પ્લાન છે. આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને 112જીબી સુધી ડેટાની સાથે અન્ય બેનિફિટ આપવામાં આવી રહ્યાં છે. આવો જાણીએ ડીટેલ…
રિલાયન્સ જિયોનો 479 રૂપિયાવાળો પ્લાન
56 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં તમને ઇન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 1.5જીબી ડેટા મળશે. આ પ્લાનમાં કંપની ડેલી 100 ફ્રી એસએમએસની સાથે દેશભરમાં તમામ નેટવર્ક માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ આપી રહી છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે.
જિયોનો 533 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન પણ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2 જીબીના હિસાબથી કુલ 112 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. પ્લાનમાં જિયો ગ્રાહકને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.