જામનગરના કિસાન ચોક નજીક સુમરા ચાલી વિસ્તારમાં બે જૂથ વચ્ચે વાહન ચલાવવા બાબતે તકરાર થયા પછી બંને પક્ષો દ્વારા સામસામે હુમલા કરાયા હતા. જેમાં જીવલેણ હુમલો કરવાના અંગેના કેસમાં પકડાયેલા બે મહિલા આરોપીઓને અદાલતે જામીન પર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની વિગત એવી છે જામનગર ના કિશાન ચોક નજીક સુમરા ચાલી વિસ્તારમાં થોડા દિવસો પહેલાં ફુલ સ્પીડે વાહન ચલાવવા બાબતે મારામારી થઈ હતી, અને બંને પક્ષોએ સામસામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ખૂન ની કોશિશ અને રાયોટીંગ સહિતની ની કલમો હેઠળ સામસામી ફરિયાદ નોંધાવાઈ હતી. જે મારામારીના ગુનામાં પૈકીના બે આરોપીઓ ઝરીનાબેન આમદભાઈ ખફી તથા સફીનાબેન આમદભાઈ ખફી કે જેઓએ પોતાના વકીલ મારફતે જામનગરની સેસન્સ અદાલતમાં જામીન પર મુક્ત થવા માટેની અરજી કરી હતી. જેમાં અદાલતમાં બંને પક્ષે સામસામી દલીલો કરવામાં આવી હતી.જેમાં અદાલતે બંને મહિલાઆરોપીઓના ધારાશાસ્ત્રીની દલીલોને ધ્યાને લઇને બંને મહિલા આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. આ કેસના બચાવ પક્ષે ધારાશાસ્ત્રી સી.એચ. ઠાકર તથા વનરાજસિંહ આર. વાળા રોકાયા હતા.