મિત્ર જ નીકળ્યો મિત્રનો હત્યારો ગત 15 તારીખના રોજ ઓલપાડ તાલુકાના કુદસદ ગામ ખાતે આવેલા મુન્ના એજન્સીમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી અને પોલીસે લાશ આજુબાજુ ઝીણવટ ભરી તપાસ કરતા પોલીસને કોન્ડોમ,તૂટેલી બંગડીઓ,મરચાની ભૂકી તેમજ લોહીથી લથપથતા કપડાં અને પેચ્યું,ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા હતા,કીમ પોલીસે તેમજ અન્ય પોલીસ એજન્સીએ હત્યારાના કોલર પકડવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે હત્યારો સુરત જિલ્લો મૂકી ભાગે તે પહેલાજ કીમ પોલીસે દબોચી લીધો હતો,સૌ પ્રથમ પોલીસે હત્યારની પૂછપરછ કરતા તેને પોલીસને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો,કીમ પોલીસે હત્યારાને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી પોપટની જેમ બોલવા લાગ્યો હતો – મૃતકનો મિત્ર જ નીકળ્યો હત્યારો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ અને હત્યારો મિત્ર હતા બન્ને મૃતકની રૂમમાં જમતા હતા તે દરમિયાન કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મૃતકને હત્યારાએ માથામાં તિક્ષણ હથિયાર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા મૃતદેહ પાસે કોન્ડમ,મરચાની ભૂકી અને તૂટેલી બંગડીઓ મૂકી ફરાર થઇ ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
