Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાધનપુરથી ગોચનાદ પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત, 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

રાધનપુરથી મહેસાણા રોડ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે ગોચનાદ નદીના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અકસ્માતના પગલે ઘણો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

રાધનપુરથી મહેસાણા હાઇવે પર ગોચનાદ નદીના પુલ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે જઈ રહેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર અને ટ્રક બંન્ને પલટી મારી ગયા હતા. જેમાં બે લોકોને ઇજા થઈ હતી. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફલર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા પુલની જગ્યા ઉપર ટ્રેક્ટર અને ટ્રકે રોડ રોકતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં બસોમાં બેઠેલા પેસેન્જરો ઘણા સમયથી ટ્રાફિક હોવાથી ચાલતા નીકળી પડ્યા હતા. આ અકસ્માતના લીધે 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

संबंधित पोस्ट

 મોરકંડા રોડ પર ચાર સખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી

Karnavati 24 News

उदयपुर अहमदाबाद रेल मार्ग पर ब्लास्ट मामले में पुलिस ने तीन युवकों को पकड़ा

Admin

 સમા રોડ સ્થિત પિત્ઝા પાર્લરના સંચાલક અને હાલોલના યુવકે બર્થડે પાર્ટીમાં આમંત્રિત સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

Karnavati 24 News

જામનગર માં સસરાના આપઘાત બદલ પુત્રવધુ સામે ગુન્હો નોધાયો. .

Admin

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin

જાલણ સર પાસે પેટ્રોલ પંપ ના માલિક પર પિતા પુત્રોનો હુમલો

Admin
Translate »