ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના લોકોને દિલ્હી હરિદ્વાર જવા માટે કોઈ સીધી ટ્રેન નથી આથી લોકોએ અમદાવાદ ટ્રેન બદલવી પડે છે અને હેરાન થવું પડે છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં રેલ તંત્ર એ કોઇ કાર્યવાહી કરી નથી આગામી સમયમાં બજેટ આવશે આજે બજેટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકોની સુવિધા માટે અને સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવામાં આવે એવી માંગ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નાથાભાઈ મોરીએ જૂનાગઢ અને પોરબંદરના સાંસદને રજૂઆત કરી છે