(જી.એન.એસ) તા.૧૮
ગાંધીનગર,
સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેક્નોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે. આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી જ સમસ્યામાંથી મુક્તિ મેળવતા માણસાના ચૌધરી ભરતભાઈ વેલાજી જણાવે છે કે, “હું જન્મથી જ જે ઘરમાં રહું છું તે ઘર મારું છે તેઓ કોઈ દસ્તાવેજી પુરાવો અત્યાર સુધી મારી પાસે ન હતો. પરંતુ આ સ્વામીત્વ યોજના થકી આજે મને આ ઘર મારું છે તે સાબિત કરતો પુરાવો સરકાર શ્રી દ્વારા પ્રોપર્ટી કાર્ડ રૂપિયા આપવામાં આવ્યો છે”. સરકારે આવાસ યોજના અંતર્ગત માત્ર ઘરનું ઘર નહીં પણ સ્વામિત્વ યોજના અંતર્ગત પોતાના ઘરના કાયદેસરના પુરાવા પણ આપ્યા છે.જે બદલ સરકારશ્રીનો તેઓએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, હવે હું, લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે.