વિધાનસભાની ચૂંટણીને લઇ ગેરકાયદેસર હથિયારોને શોધી કાઢવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા એસપી રવિ તેજા વાસમ શેટીએ સૂચના આપી હતી બાદમાં એલસીબી પીઆઇ જે.એચ સિંધવ પીએસઆઇ જે.જે ગઢવી અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી દરમિયાન કેશોદ માંગરોળ બાયપાસ પર પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પી.એસ.આઇ જે.જે ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ સમા ને બાતમી મળી કે માન ખેતરા ગામે બસ સ્ટેશન પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે બાદમાં દરોડો પાડી શખ્શ ને ઝડપી લીધો હતો તપાસ દરમિયાન તેની પાસેથી દેશી હાથ બનાવટ નો કટ્ટો તમંચો કિંમત રૂપિયા 5,000 નો મળી આવ્યો હતો. વધુ પૂછપરછ માં તેનું નામ એજાજ ઉર્ફે એજલો યુસુફભાઈ સલોટ હોવાનું અને શારદા ગ્રામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું સાથે આ તમંચો તેણે મધ્યપ્રદેશના ભીંડથી અલ્કેશ ઠાકોર પાસેથી સાત માસ પહેલા 7,000 માં ખરીદ્યો હોવાની પણ કબુલાત કરી હતી. આમ દેશી તમંચા સાથે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબીએ ત્યાં જઈ એજાજ ઉર્ફે એજલો સચોટને પકડી તેની પાસેથી દેશી તમંચા સાથે પકડી આરોપીને વધુ કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે
