સંજય લીલા ભણસાલી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે એક અલગ છાપ છોડી ચૂક્યા છે તેમની ફિલ્મોની આતુરતાથી લોકો રાહ જોતા હોય છે તેઓ જ્યારે પણ ફિલ્મ બનાવે છે ત્યારે સામેથી કલાકાર તેમની ફિલ્મમાં ખુશી ખુશીથી કામ કરતા હોય છે. તેઓની આગામી ફિલ્મ ગંગુબાઇ આવી રહી છે. મૂળ ગુજરાતી મહિલાની આ ફિલ્મમાં સ્ટોરી છે જેનાથી સૌ કોઈ અજાણ છે.
આલિયા ભટ્ટ આ ફિલ્મ દેખાશે. ગંગુબાઈ ફિલ્મની રિલીઝ ડેટ ઘણા સમયથી આગળ ઠેલાઈ રહી હતી ત્યારે નવી રિલીઝ ડેટ આવી ગઈ છે 25 ફેબ્રુઆરી 2022 ના રોજ ફિલ્મ રિલીઝ થશે. જોકે આ પહેલા વારંવાર ફિલ્મની તારીખો પોસ્ટપોન થતી રહી છે પરંતુ આજે શુક્રવારે ખુદ સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટે આ તારીખની જાહેરાત કરી હતી.
જેથી ઘણા એવા ફેન્સ છે કે જેઓ આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બની રહેલી ગંગુબાઈ ફિલ્મની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ આતુરતાનો હવે અંત આવી ગયો છે એટલે કે માત્ર એક જ મહિનામાં ફિલ્મ મોટા પડદે જોવા મળશે. જેમાં આજુ દેવગણ પણ દેખાશે જો કે આ પહેલા સલમાન ખાન ફિલ્મમમાં કામ કરવાનો હતો.