હળવદ તાલુકાના મિયાણીમા ગામમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદાના મંદિરમા ચાંદીના છત્તર, મુર્તિ સહિત દાનપેટીની રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે જ્યારે બનાવના પગલે ગ્રામજનો એકઠાં પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તસ્કરો ને પકડવા ગતિમાન કર્યા હતા
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ચોરે મંદિરને નિશાન બનાવ્યું હતું જેમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદના મંદિરમાં ચાંદીના છત્તર,મુર્તિ,પિત્તળનો ઘંટ અને દાનપેટીની રોકડ રકમની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા જ્યારે બનાવના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિરમાં પહોચ્યા હતાં અને ચોર સામે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો જોકે ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી તસ્કરોએ મેળવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે હળવદના વિવિધ વિસ્તારમાં થયેલી ચોરીના ભેદ હજુ વણ ઉકેલ્યા છે ત્યારે ગામોમા મંદિરમાં ચોરીના બનાવ સામે આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી તસ્કરોઓ પકડવા પોલીસે એ જુદી જુદી ટીમોઓ બનાવીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા