ફતેગંજ,સયાજીગંજ તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાં કેટલાક બહારના યુવકો દ્વારા મહિલાઓને છેડવામાં આવી રહી હોવાની વિગતો મળતા ફતેગંજ પોલીસ ની શી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે ફતેગંજ બ્રિજ પાસે મહિલા પોલીસ પસાર થઇ રહી હતી તે દરમિયાન બે બાઇક પર બેઠેલા ચાર યુવકોએ સાદા વેશમાં આવતી મહિલા પોલીસને ઓળખવામાં થાપ ખાધી હતી. પોલીસને જોતાં જ તેમણે બીભત્સ હરકતો કરવા માંડતા મહિલા પોલીસે ચારેય જણા ને ઝડપી પાડયા હતા. આ વખતે વોચ રાખતી પોલીસ પણ આવી જતાં ચારેય ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં તેમના નામ શૈલેષ સંગાડા (નવાયાર્ડ),પ્રદીપ વણકર (નવાયાર્ડ),અમરદીપ ચુડાસમાં (ફતેગંજ) અને મેહુલ શાહ (લેડી પીલર હોસ્પિટલ પાસે,ફતેગંજ) હોવાનું ખુલ્યું હતું.