અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અપર્ણા સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ છે. ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. અપર્ણાએ એમ પણ કહ્યુ કે રાષ્ટ્રધર્મ તેમની માટે સૌથી ઉપર છે.
અપર્ણા યાદવે ગુંડાગર્દીનો ઉલ્લેખ કરતા સપા પર નિશાન સાધ્યુ હતુ, તેમણે કહ્યુ કે, “સપાના શાસનમાં ગુંડાગર્દીને એટલુ મહત્વ આપવામાં આવતુ હતુ કે, બહેન-દીકરી સુરક્ષિત નહતી. સાંજ થતા જ ઘરના દરવાજા બંધ થઇ જતા હતા. મારી માટે રાષ્ટ્ર સૌથી જરૂરી છે, માટે હું હંમેશા વડાપ્રધાનથી પ્રભાવિત રહી છું.” આ દરમિયાન કેશવ પ્રસાદ મોર્યએ કહ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં અખિલેશ નિષ્ફળ રહ્યા છે, સાથે જ તે પરિવારમાં પણ નિષ્ફળ છે. આ કારણે તે વિધાનસભા ચૂંટણી લડવાથી પણ બચી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે અપર્ણા યાદવ લખનઉં કૈંટ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ સમાજવાદી પાર્ટીમાં રહેતા એવુ થઇ શકતુ નહતુ. અખિલેશ યાદવ બોલી ચુક્યા હતા કે તે પરિવારના કોઇ સભ્યને ટિકિટ આપવાના નથી. જેને લઇને અપર્ણા અને અખિલેશ યાદવ વચ્ચે ટકરાવ શરૂ થયો હતો. તે પછી એવા સમાચાર આવ્યા કે અપર્ણા ભાજપના નેતાઓના સંપર્કમાં છે અને જલ્દી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ શકે છે, જેને હવે અપર્ણાએ સાબિત કરી દીધુ છે.