Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ માં શાળા સંચાલકો બન્યા બેફામ,ગાઈડ લાઇન ની કરી ઐસીતેસી

એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોના ના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે,ભરૂચ જિલ્લામાં પણ કોરોના ના કેસો હવે ૨૦૦ ને પાર નોંધાઇ રહ્યા છે,તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઇન બાહર પાડી સંક્રમણ ને અટકાવવા માટે રાત દિવસઃ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ની એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે

આ વચ્ચે સરકાર ના તમામ નીતિ નિયમોને નેવે મૂકી ભરૂચ ના શેરપુરા સ્થિતિ બ્રાઇટ એન્જલ સ્કૂલમાં ભુલકાઓને અભ્યાસ માટે બોલાવાયા હતા,જ્યાં બાળકો માટે માસ્કની તકેદારી પણ ન રખાઈ હોય તેવા દ્રશ્યો વહેતા થતા જ તંત્ર દોડતું થયું હતું અને મામલે તપાસ ના આદેશો આપવામાં આવ્યા હતા,મહત્વની બાબત છે કે કોરોના સંક્રમણ વચ્ચે સરકારે વિવિધ પ્રકારના નિયંત્રણ મુક્યા છે,જેમાં ૩૧ જાન્યુઆરી સુધી શાળામાં બાળકોને નહીબોલાવવાની સૂચનાઓની પણ ભરૂચ ની આ શાળાએ ઐસીતૈસી કરી હોવાની વિગતો સામે આવી છે,

ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે ભરૂચમાં સરેરાશ દરરોજ 200 થી વધુ કોરોના કેસ નોંધાઈ રહયા છે તેવામાં જો આ બાળકોમાં સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ તે બાબત હાલ સમગ્ર ઘટના ક્રમ બાદ થી ટોક ઓફ ધી ટાઉન બની છે

संबंधित पोस्ट

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

 સર્પદંશથી ઇજાગ્રસ્ત દર્દી SSG હોસ્પિટલમાં સ્ટ્રેચર પર હતો અને ડોક્ટર સામે પરિવારે કોથળીમાંથી સાપ કાઢતા જ..

Karnavati 24 News

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

Karnavati 24 News

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી

Karnavati 24 News

જુનાગઢ ફટાકડા બજારમાં ભાવમાં 35 થી 40 ટકાનો ધરખમ વધારો

Admin