વાંકાનેર માર્કેટ યાર્ડની મતગણતરી થયા બાદ યાર્ડની સત્તા કોણ સંભાળશે તે અંગે સસ્પેન્શ જોવા મળ્યું હતું અને ૩૧ મત અંગે હાઈકોર્ટનાં આદેશ બાદ જ તેની ગણતરી થઇ શકે જેથી યાર્ડની સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે નક્કી થયું ન હતું તો ગત ૧૮ ના રોજ હાઈકોર્ટની મુદત હોય દરમિયાન વધુ એક મુદત પડી છે
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ ચુંટણીમાં ભાજપે પોતાની મજબુર પેનલ ઉતારીને જોરદાર ઠક્કર આપી હતી. ગત તા. ૧૨ ના રોજ મતગણતરી યોજાઈ હતી ત્યારથી બંને પક્ષના ઉમેદવારો વચ્ચે અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા હતા અને મતગણતરીમાં ખરીદ વેચાણ સંધ અને વેપારી પેનલ પર કોંગ્રેસ પ્રેરિત પીરજાદા પેનલનો વિજય થયો હતો તો ખેડૂત પેનલમાં દસ ઉમેદવારો માટે થઈને બંને પક્ષના ૧૦-૧૦ સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર આમ કુલ ૨૧ ઉમેદવારો ચૂંટણીના જંગમાં જેની મત ગણતરી પૂર્ણ કરવામાં આવી હતી તો ચૂંટણી પહેલા હાઇકોર્ટની અંદર મતદારોને લઈને પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશન ત્રણ મંડળીઓના કુલ ૩૧ મતોને અનામત રાખવામાં આવેલા આવ્યા હતા. જે મામલે ગત તા. ૧૮ ના રોજ હાઈકોર્ટમાં મુદત હતી જો કે હાઈકોર્ટ દ્વારા વધુ એક મુદત આપવામાં આવી છે અને આગમી તા. ૨૫ ના રોજ મુદત પડી છે તેમજ વાંકાનેર માર્કેટીગ યાર્ડની સત્તામાં પરિવર્તન થશે તે જેશે થે જ રહેશે તે તા.૨૫ બાદ જાણી શકાશે