Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો નિર્ણય



રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા

ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈને તુવેર સહિતના પાકોનું મબલખ વાવેતર કરી શકે.

संबंधित पोस्ट

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨ હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

“સોમનાથ મંદિર ને Eat Right Place of Worship થી સર્ટિફાય કરવામાં આવ્યું” 

Gujarat Desk

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છે: પ્રધાનમંત્રી

Gujarat Desk

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News
Translate »