જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતા બાકીના અઢી વર્ષ માટેની મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડકની ગઈકાલે સત્તાવાર રીતે વરણી કરવામાં આવી છે જેમાં મેયર તરીકે ગીતાબેન પરમાર મેયર તરીકે ગીરીશ કોટેચા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હરેશ પણસારા શાસક પક્ષના નેતા તરીકે કિરીટ ભીંભા અને દંડક તરીકે અરવિંદ ભલાણીની નિયુક્ત કરવામાં આવી છે આ તમામ હોદ્દેદારોએ આજે ભાજપ પક્ષના આગેવાનો કાર્યકરો અને રૂબરૂમાં સત્તાવાર રીતે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો