ધારી તાલુકાના ધારગણી ગામ નજીકની ગોળાઇમાં ફોરવહીલ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 1 વ્યક્તિનું ઘટનામાં મોત નીપજ્યું હતું જયારે 4 જેટલા લોકોને ઇજાઓ થતા 108 દ્વારા સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા રાજુલાના ડોળીયા ગામેથી માતાજીની માનતા પુરી કરીને બગસરાના હામાપુર ગામે પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો આ ઘટનામાં 22 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજતા નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
સમગ્ર વિગત જોઈએ તો બગસરા તાલુકાના હામપુર ગામના મિત્રોનું ગ્રુપ મકરસંક્રાતિના દિવસે હામાપુરથી રાજુલાના ડોળીયા ગામે આવેલા માતાજીના મંદિર ખાતે માનતા પુરી કરવા માટે ગયા હતા અને માનતા પુરી કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ડોળીયાથી ખાંભા તરફ આવતા ધારીના ધારગણી ગામ નજીક આવેલા વળાંકમાં રોડ સાઈડ પર પડેલા લાકડા સાથે આરોપી ધવલભાઈ બટુકભાઈ ભેસાણિયાએ કાર બેફિકરાઈથી ચલાવીને ગાડી ડાઇવર સાઇડથી રોન્ગ સાઈડમાં ઉતારી દઈ અને ઝાડ સાથે અથડાવી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો
આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય આશાસ્પદ હિતેષભાઇ કાળુભાઇ પરમારનું મોત નીપજ્યું હતું તો અન્ય 5 વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી હતી આ અંગે ચલાલા પોલીસ મથક ખાતે ગાડી ચલાવનાર શખ્સ ધવલભાઈ બટુકભાઈ ભેસાણિયા સામેં હાર્દિક રસિકભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી.