જાફરાબાદ તાલુકાના લોઠપૂર ગામ નજીક રોડ પર એક કાર ચાલકે બાઇકને ઠોકર મારી અકસ્માત સર્જીને કાર ચાલક હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને નાસી રહ્યો હતો આ હાઇવે પરથી પસાર થતા સમયે આ ઘટના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીને નજરે પડતા અકસ્માત સર્જીને ભાગી રહેલા કાર ચાલક પાછળ હીરા સોલંકીએ ગાડી દોડાવી હતી અને અકસ્માત સર્જીને ભાગી રહેલા શખ્સને કાંઠલો પકડી બરોબરનો તતડાવ્યો હતો અને તેની ભૂલનું ભાન કરાવી હતી. જયારે હીરા સોલંકી અને તેમની ટિમ દ્વારા બાઈક ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
આજે સવારના સમયે જાફરાબાદના લોઠપૂર ગામ નજીક હાઇવે પર ટ્રિપલ સવાર બાઈક ચાલકને અહીંથી પસાર થતા સમયે પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે જોરદારની ટક્કર મારી હતી આ ઘટનામાં બાઈક ચાલક બાઈક સહીત રોડ સાઈડના ખાલિયામાં ખાબકતા ઈજાઓ થવા પામી હતી આ ઘટના બનવા છતાં કાર ચાલાક ઉભો રહેવાને બદલે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો તે દરમિયાન અહીંથી પસાર થઇ રહેલા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીને આ ઘટના ધ્યાનમાં આવતા હીરા સોલંકીની ગાડી દ્વારા કારનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને નાસી રહેલા શખ્સને પકડી પાડ્યો હતો અને જાહેરમાં જ તેનો કાંઠલો પકડીને બરોબરનો તેને સબક શીખડાવ્યો હતો
આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા.