વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ડાયરીનો વિવાદ થયો હતો. વિવાદિત ડાયરીમાં જરૂરી સુધારા કર્યા બાદ ફરીથી છાપવામાં આવશે. અગાઉ 2023ની ડાયરી જે છપાઈ હતી તેમાં રાષ્ટ્રીય ગીતની બાદબાકી કરવામાં આવી છે જેથી હવેથી નવેસરથી ડાયરી છપાશે. ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલરોના ફોટો પેજ ઉમેરવામાં આવશે.
આ વખતે જે નવેસરથી ડાયરી છાપવામાં આવશે તેમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને પૂર્વ કુલપતિઓ જે એમએસમાં રહી ચૂક્યા છે તેમના ફોટાઓનું પેજ પણ ઉમેરવામાં આવશે. અગાઉ આ ડાયરીના વિવાદને લઈને એમએસ યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો. જેમાં આ વિવાદીત ડાયરીને પાછી લઈને નવેસરથી ડાયરી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ હશે નવી ડાયરીમાં વિગતો
ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલરોના ફોટો પેજ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ડાયરીમાં પ્રોફેસરો અને પ્રોફેસરોના નામ અને નંબર પણ ઉમેરવામાં આવશે અને ડાયરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો મોટો ફોટો છાપવામાં આવશે.
આ કારણે થયો હતો હોબાળો
વડોદરાની એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે અગાઉ એમએસ યુનિવર્સિટીની વર્ષ 2022ની ડાયરીમાં પેજ નંબર 8 પર વંદે માતરમ ગીતનો ઉલ્લેખ હતો તેની જગ્યાએ 2023ની ડાયરીમાં વંદે માતરમ સાથે પ્રથમ 17 પૂર્વ વાઇસ ચાન્સેલરના ફોટા હટાવવામાં આવ્યા નહો જેની જગ્યાએ વર્તમાન કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો પેજ નંબર 7 પર મુકવામાં આવ્યો છે. આ અંગે એમ.એસ.યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો.
વડોદરા યુનિવર્સિટીમાં કોઈને કોઈ વાતને લઈને સતત વિવાદ સામે આવતો રહે છે અગાઉ કેલેન્ડરને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો આ ઉપરાંત નમાજ પઢવાનો અગાઉ વીડિયો વાયરલ થયો હતો તેમાં પણ વિવાદ સામે આવ્યો હતો ત્યારે ડાયરીનો વિવાદ પણ છેલ્લા ત્રણ દિવસથી સામે આવ્યો હતો આખરે આ ડાયરી નવેસરથી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.