Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સિહોરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ગરમીમાં શેકાયા, લોકો પરેશાન

સિહોર જિલ્લા અને શહેરમાં ગરમીનો પારો ઉંચકાતા શહેરીજનો પરેશાન થયા હતા. ભાવનગરના સિહોરમાં  વાદળો દુર થતા શહેરમાં 40.5 ડિગ્રીએ કાળઝાળ ગરમી, શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ગયું હતુ.

છેલ્લા કેટલાક સમયમાં હવામાનમાં પલટો આવતા ખેડૂતો પરેશાન થયા હતા અને પોતાના પાકને નુકસાન જવાની ભીતી સેવાઇ રહી હતી. જોકે, ગરમીનો પારો ફરી ઉચકાતા અને હવામાન ખુલ્લુ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગોહિલવાડના ખેડૂતો ચિંતામુક્ત, હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 12% સિહોર શહેર અને જિલ્લામાં આજથી માવઠાનો ભય ટળી ગયો અને વાદળો હટીને વાતાવરણ ચોખ્ખું થઇ જતા બપોરે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા નગરજનોએ આજે પુન: ચૈત્રમાં વૈશાખી તાપનો અનુભવ કર્યો હતો.

ગરમી વધતા વધુ એક મુસીબત લોકોને થઇ હતી અને ગરમીથી લોકો પરેશાન થયા હતા. ઠેર ઠેર ઠંડા પીણાની દુકાનો પર લોકોની લાઇન જોવા મળી હતી અને શેરડી તેમજ ઠંડા પીણા પર લોકોએ વધુ નિર્ભર રહેવુ પડ્યુ હતુ. ભાવનગરમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા છે જેને કારણે સાવચેત રહેવુ પડશે.

संबंधित पोस्ट

કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

Karnavati 24 News

Sensex તૂટતા રોકાણકારોના 15 મિનિટમાં જ 5.2 લાખ કરોડ ડુબ્યા

Karnavati 24 News

માદરે વતન યોજના વિશે જાણો સંપૂર્ણ વિગત શુ છે આ યોજના

Karnavati 24 News

ICG ફોરમેન ભરતી 2022 , ભારતીય કોસ્ટ ગાર્ડ ફોરમેન પોસ્ટ માટે ભરતી

Karnavati 24 News

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

Karnavati 24 News

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી સંભાળી

Admin