રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન સહિત પાંચ રાષ્ટ્રવડાઓ અને ડીપી વર્લ્ડના સુલતાન અહમદ બિન સુલેયમાન સહિત વૈશ્વીક કંપનીઓનાં માંધાતાઓ હાજરી આપશે : ભારતમાંથી અંબાણી, અદાણી સહિતના કોર્પોરેટ હાજરી આપશે ચાલુ માસના પ્રારંભે યોજાનાર વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ મહોત્સવનો પ્રારંભ કરશે તે પણ નિશ્ર્ચિત થઇ ગયું છે. તા. 9 અને 10 એમ બે દિવસ વાઈબ્રન્ટ મહોત્સવ યોજાનાર છે અને ગુજરાત સરકારના જાહેર કરાયા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10નાં રોજ મહોત્સવનું ઉદઘાટન કરશે અને તેઓ આ માટે ખાસ ગાંધીનગર આવશે. આમ ગુજરાતમાં કોરોનાના કેસ વચ્ચે વાઈબ્રન્ટ મહોત્સવ યોજાશે કે કેમ તે અટકળોનો અંત આવ્યો છે અને રાજ્ય સરકારે સતાવાર રીતે જાહેર કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ મહોત્સવમાં હાજરી આપશે