Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પાટણના ભાજપના ઉમેદવારે બાળાઓને કુમકુમ તીલક કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

પાટણના ભાજપના ઉમેદવારે બાળાઓને કુમકુમ તીલક કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ 18 પાટણ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ , જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર , પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક , પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ , પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે . સી . પટેલે , લોકગાયક વિજય સુંવાળા , મંગાજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો , કાર્યકરો અને પાટણ વિધાનસભા વિસ્તાર ના સુજ્ઞ મતદારો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિજય મુહૂર્તમાં શહેરના એમ . એન . હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નાની કુંવાસી બાલિકાઓનું કુમકુમ તિલક સાથે પુજન કરી તેઓના આશીર્વાદ મેળવી આયોજિત સંમેલન ને સંબોધીત કરી વિશાળ કાફલા સાથે ડીજે ના તાલે પોતાનો રોડ શો યોજી પ્રાંત કચેરી ખાતે વિજયના વિશ્વાસ સાથે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું 18 પાટણ વિધાનસભા બેઠકના શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ પાટણ મતવિસ્તારના અધુરા વિકાસ કામો પરિપૂર્ણ કરવાની સાથે સાથે મહિલાઓના ઉત્થાન , બેરોજગારીની સમસ્યાને નિવારવા માટે જીઆઇડીસી સ્થાપિત કરી તેનાં થકી ઉદ્યોગો વિકસિત કરવાની નેમ વ્યક્ત કરી પાટણની દિકરી તરીકે પાટણ વિધાનસભા બેઠક ની પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરી સેવા કરવાનો લ્હાવો મળ્યો છે જેને સાચા અર્થમાં પરીપૂર્ણ કરવા પોતે કટીબદ્ધ હોવાનું જણાવી પાટણ વિધાનસભા બેઠક નું કમળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં વિકાસ માટે ગુજરાત માં પુનઃ બનનારી ભાજપ સરકાર ને સમર્પિત કરવા આહ્વાન કર્યું હતું

संबंधित पोस्ट

બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, વીરેન્દ્ર સચદેવા કાર્યકારી અધ્યક્ષ

Admin

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ AAP વિશે પૂછવામાં આવે છે. તે સમજાવે છે

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

Karnavati 24 News

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Karnavati 24 News

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News
Translate »