Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણરાજ્ય

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ, અધિકારીઓ તથા પેરામીલટ્રી ફોર્સ દ્વારા સતત ફલેગ માર્ચ યોજી દેખરેખ રાખવામાં આવી રહી છે. આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓ પણ લોકોના દિલ અને વોટ જીતવા સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સભા ગજવવા રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ ભાજપના ઉમેદવાર કે જે ચૂંટણીમાં ઊભા છે તેઓ માટે પ્રચાર કરવા ખુદ નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ૨૮ નવેમ્બરના રાજકોટ આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે સભા ગજવશે. જામનગરના એરપોર્ટ પર ઉતરી સીધા રાજકોટ સભા સ્થળે પહોંચવાના છે જેથી રાજકોટના તેમના અઘિકારીઓ પદાધિકારીઓ અને પોલીસ કમિશ્નર વગેરે અધિકારીઓએ તાબડતોબ મીટીંગો યોજી આયોજન કરવાનું કામકાજ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત તથા સભામાં કોઈ ભૂલચૂક ન થાય તે માટે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર ઉપરાંત ચારેય ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી), ફાયરબ્રિગેડ, પીજીવીસીએલ, આરટીઓના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. હાલ જ વડાપ્રધાનની જાહેરસભા દરમિયાન સુરક્ષામાં છું રહી ગઈ હોય તેમ આસમાનમાં ડ્રોન ઉડતા દેખાય હતા ત્યારે ખાસ રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સુરક્ષા વધુ કડક કરી રહ્યા હોય તેમ બધા અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

संबंधित पोस्ट

દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માટે ત્રી પાંખિયો જંગ જામવા ના એંધાણ : નેતાઓ લોકસપર્ક માં કાર્યરત.

Karnavati 24 News

આ વખતે આ રહેશે ચૂંટણી દરમિયાન વ્યવસ્થા, રેડ લાઈટ એરીયામાં પણ વ્યવસ્થા

Admin

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

ખાંભા તાલુકાના રબારીકા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવીયો

Karnavati 24 News

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News
Translate »