આફ્રિકા સામે રમાનારી વન-ડે શ્રેણી માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયાને જોતાં એવું લાગી રહ્યું છે કે ટીમમાં સ્થાન મેળવવા માટે ઘરેલું નહીં બલ્કે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે તેવો પસંદગીકારોએ આડકતરો મેસેજ આપી દીધો છે. ઘરેલું ટૂર્નામેન્ટ વિજય હઝારેમાં ઋષિ ધવન, યશ ઠાકુર સહિતના ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કર્યું હતું આમ છતાં તેમને તક અપાઈ નથી. જેની સામે આ ટૂર્નામેન્ટ ઉપરાંત આઈપીએલમાં સારું રમનારા ગાયકવાડ અને અય્યરને ટીમમાં સ્થાન મળ્યું છે.