પાટણ શહેર ના માતરવાડી વિસ્તારમાં નગરપાલિક વોટરવર્ક્સ શાખા દ્વારા ગુરુવારે રૂ. 10 લાખના ખર્ચે 10 ડાયાનો 900 ફુટ ઊંડો બોર બનાવવાનનું ભૂમિપુજન પૂર્વ મહામંત્રી કે.સી પટેલની હસ્તે કરવામાં આવ્યુ હતું. બોર બન્યા બાદ માતરવાડી વિસ્તારમાં વધુ 10 લાખના ખર્ચે પાણીની પાઇપ નાખવામાં આવશે. તેવું વોટરવર્ક્સ શાખા ના ચેરમેન દીક્ષિત પટેલ જણાવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિત બેન પટેલ, વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષાતભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ અને વિસ્તારના કોર્પોરેટર શૈલેષભાઇ પટેલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.