વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓનું સંબોધન કરશે. વડાપ્રધાન દ્વારા ખાસ કરીને આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં તેઓ તમામ કાર્યકર્તાઓને વિડિઓ કોંફરન્સથી સંબોધન કરશે. ગુજરાતમાં સી.એમ.થી લઇ પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિવિધ બાબતો પર આત્મનિર્ભર ભારતના આગામી ડ્રીમ પર તેઓ વિગતવાર વાત કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ બોડકદેવ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલથી વડાપ્રધાનના સંબોધનને કાર્યકર્તાઓ સાથે સાંભળશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
આજે સચિવાલય ખાતે 12:30 વાગ્યે કેબિનેટની બેઠક મળી રહી છે ત્યારે એ પહેલા વડાપ્રધાનનો આ કાર્યક્રમ યોજવામાં આવશે જે પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠક થશે.