મહેસાણા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદ શારદાબેન પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મીનીટરીંગ કમિટીના મુદ્દાઓનું વાચન કર્યું હતું. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાલ અંત્યોજય યોજના, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી-દરેકને ઘર), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), નેશનલ રૃરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ઈન્ટીગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટ, ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન, દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૃર્બન મિશન, નેશનલ હેરીટેજ સિટી ડેલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલ મિશન રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, ઉજવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, મીડ ડે મીલ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, , પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડિજિટલ ઈન્ડિયા-પબ્લિક ઈન્ટરનેટ એક્સેશ પ્રોગ્રામ-પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર ઈન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલિકોમ રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ વગેરે. પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, સંકલિત ઊર્જા વિકાસ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, સુગમ્ય ભારત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ, સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના વિગેરેની સવિસ્તર જાણકારી આપવા આવી હતી. સંસદસભ્ય શારદાબેન પટેલે દિશા બેઠકના ઉપરોક્ત જુદા જુદા મુદ્દાઓ વિશે લગત કચેરી/વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૃરી સૂચનો કર્યા હતા..આ ઉપરાંત ફાળવેલ લક્ષ્યાંકની કામગીરી પુરણ કરવા તાકીદ કરી હતી કલેક્ટર ઉદિત અગ્રવાલે પણ દિશા બેઠક અન્વયે જુદા જુદા મુદ્દાઓ અંગે લગત ખાતા/કચેરીઓના અધિકારીઓને સોંપાયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા જરૃરી સૂચનો કર્યા હતાં. બેઠકમાં સંસદ સભ્ય ભરતસિંહ ડાભી,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, અજમલજી ઠાકોર, મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા