Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય – નરેન્દ્રભાઇ મોદી

બનાસકાંઠામાં pm મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સરદાર સરોવર ડેમ ન બને તેના માટે જેટલા રોડા નાખવા પડે તેટલા નાખ્યા અને જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો તેમના ખભે હાથ મુકી કોંગ્રેસના નેતા પદ યાત્રા કરે. આ ઉત્તર ગુજરાત પાણી માટે તરસતુ અને બનાસકાંઠાને ઘૂળની ડમરીઓ ઘમરોળતી હોય. જેને પાણીને રોક્યુ હોય તેને માફ કરાય?. ઘરમાંથી પાણીનો ગ્લાસ ભરી વટે માર્ગુ ને પીવડાવે તે બનાસકાંઠાના સંસ્કાર છે આવા બનાસકાંઠાને તરસ્યુ રાખ્યું તેના માટે કોંગ્રેસ જવાબદાર છે અને જેટલી સજા કરો તેટલી ઓછી છે. આ કોંગ્રેસને જેમા પોતાનો સ્વાર્થ ન દેખાય, પોતાનું ભલુ ન થાય તેવા કામ કરવાના જ નહી તેવો સ્વભાવ છે. આજે ભાજપ સરકારે નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડ્યુ છે. બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે.. જે કહુ તે કરુ એનું નામ મોદી, જે નહી થાય તેવું હશે તો સામેથી કહીશ કે નહી થાય.

 મોદી વધુમાં જણાવ્યું કે, ખેડૂતોની તાકાત એવી છે કે પાણી આપો એટલે જમીનમાંથી સોનુ પેદા કરે જ. 2014માં આપે મને દિલ્હી મોકલ્યો ત્યારે ખેડૂતો માટે કામ કરવાનું શરૂ કર્યુ અને સિંચાઇના કામો અંગે કામ કરવાનું શરૂ કર્યુ . કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યુ 99 સિંચાઇ યોજનાના કામો પુરા થયા જ નોહતા અને એક લાખ કરોડ રૂપિયા ખર્ચી 99 સિંચાઇ યોજનાને જીવતી કરી.સિંચાઇ પરિયોજના મોટા ભાગની યોજના કામ પુરા થયા.મોદી જનતાને કહ્યુ કે અમે કામ કર્યુ હોય તો જ અમને ચૂંટણીમાં મત આપજો, અમે આપનુ ભલુ કરવા દિવસ રાત મહેનત કરી હોય તો જ મત આપજો, ઇમાનદારીથી તમારી સેવા કરી હોય તો મત આપજો, તમારા સંતાનોનું ભવિષ્ય ઉજવળ બનાવવું હોય તો અમે તમને ગેરંટી આપીએ છીએ. દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય, ભ્રષ્ટાચારીઓને કોઇ સજા પણ ન થાય, હજારો કરોડના ગોટાળા છાશવારે છાપામાં આવતા. આજે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે તેના કારણે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. જે દેશને લુટી ગયા છે તેમણે દેશને પાછુ આપવુ પડે કે નહી તેમ સવાલ કર્યો. કોંગ્રેસ ગરીબોનું ખાય જાય છે એટલે લોકો તેને સજા આપે છે. ચાર કરોડ એવા રેશન કાર્ડ જેમનો જનમ જ નોહતો થયો તેમને રૂપિયા મળતા. ભૂતિયા નામથી ચાલકા કાર્ડના રૂપિયાનું અનાજ સગેવગે થતું. 20 કરોડ રેશન કાર્ડને ડિજિટલ ટેકનોલોજીથી જોડી દીધા.રાશન કાર્ડની દુકાનો ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે. ભ્રષ્ટાટાર બંધ કરાયો એટલે કોંગ્રેસ વાળા મોદીને ગાળો બોલે છે, ગરીબનું તમે લુટો તેની સામે મોદી લાલ આંખ કરે ને કરે જ .
 મોદી વધુમાં જણાવ્યું કે, ઘરમાં કોઇ વ્યક્તિને ગંભીર બીમારી થાય તો તે ઘર પાંચ વર્ષેય ફરી બેઠુ થાય તેમ સવાલ કરતા જણાવ્યું કે, આ દેશમાં 100 વર્ષેય ન આવી હોય તેવી મોટી બિમારી આવી દેશને કેટલી તકલીફ પડી હશે. ઘરમાં એક જણ બિમાર હોય તો ઘરનો વડિલ કેટલો દુખી હોય તેમ મારા દેશમાં બિમારી આવી હોય તો દિવસો કેવા ગયાએ મને ખબર છે. આખી દુનિયા કોરોનાથી હલી ગઇ છે આપણા પગ હજી જમીન પર છે. કોરોનાની આફતમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ઘરમાં ચૂલો સળગે તે માટ 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપ્યું છે. કોરોનામાં દેશની જનતાને એક નહી બે-બે રસી ઉપલબ્ધ કરાવી અને ફ્રીમાં રસી આપી જનતાને સુરક્ષીત કરી છે. ખેડૂતો માટે પણ સરકારે કામ કર્યુ છે જેમાં પહેલા યુરિયા નામ પડે ખેડૂતનું અને જાય કેમિકલની ફેકટરીમાં, આપણે યુરિયાને નિમ કોટીંગ કર્યુ એટલે કેમિકલ વાળાની દુકાન બંધ થઇ.આ યુરિયા આપણે વિદેથી મંગાવીએ છીએ, તેની એક થેલીની કિમંત 2 હજાર રૂપિયાની છે, ખેડૂતોને 270રૂમાં મળે છે આ બધો બોજ તમારો દિકરો ઉપાડે છે. હવે નેનો યુરિયા બનાવી રહ્યા છીએ.
 મોદી વધુમાં જણાવ્યું કે, મહેસાણા-આબુ-અંબાજી તારંગા લાઇન અંગ્રેજોના સમયમાં ચર્ચા થઇ પણ કોંગ્રેસની સરકારે કામ જ ન કર્યુ અને ભાજપ સરકારે અંબાજી તારાગા રેલવે લાઇન બનાવી રહી છે જે આબુ સુધી જશે અને મહેસાણા જીલ્લાનો નવો ઉદય થશે. ગુજરાતમાં ભાજપ સરકારે પ્રવાસન સ્થળ વિકસાવ્યા છે. પહેલો પ્રધાનમંત્રી છે જેને કાંકરેજ ગામ વિશે ખબર છે. ત્રણ ટાયરમાં ગમે તેટલી હવા ભરી હોય પણ એક ટાયર પંચર થાય તો ગાડી અટકી જાય તેમ બનાસકાંઠામાં એક કમળ ન ખીલે તો ગાડી જેવુ થાય બધા કમળ ખીલવા જોયે. ચૂંટણીમાં મતદાન સમયે જૂના તમામ રેકોર્ડ તોડવા સંકલ્પ કરાવ્યો
જાહેરસભામાં જીલ્લાના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રી કનુભાઇ વ્યાસ, ડાહ્યાભાઇ ,પ્રભારી સુરેશભાઇ શાહ,સાંસદશ્રીઓ પરબતભાઇ પટેલ દિનેશભાઇ અનાવાડીયા ઉમેદવારશ્રીઓ
 શંકરભાઇ ચૌઘરી, કિર્તીસિંહ વાઘેલા, કેશાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર સહિત પ્રદેશ અને જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, ભારત-ચીન સંબંધો પર આપશે ભાષણ

Admin

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

Admin

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News

Where does the mind go when asleep? Read an excerpt from When Brains Dream

Translate »