



ભાવનગર મહાનગરપાલિકાના રૂ.૪૭૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજે સવારે શહેરના રિંગરોડ પર આવેલા બાલયોગી નગર ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ તથા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૪૭૫ લાખના ખર્ચે પાણીની લાઈન અદ્યતન કરવાનાં તથા ડી.આઇ. પાઇપલાઈન નાંખવાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.આજે ખાતમુહૂર્ત થયેલા કામોમાં બાલયોગીનગર ઈ.એસ.આર. થી એરપોર્ટ રોડ બગીચા સુધી ૬૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. લાઈન તથા સુભાષનગર ચોક સુધી ૪૦૦ એમ.એમ.ડી.આઈ. નાંખવાનું કામ અંદાજિત રૂ. ૩૦૪ લાખના ખર્ચે, ફુલસર ટી.પી. સ્કીમ નંબર- ૨૪ માં સતનામ ચોકડીથી ઇ.ડબલ્યુ.એસ. ફુલસર સુધીના ૨૪ ટી.પી. રસ્તા પર ૨૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. નાંખવાનું કામ અંદાજીત રૂ. ૫૫ લાખના ખર્ચે તેમજ કાળીયાબીડ ૩૬ મીટર ડી.પી. રોડ સાગવાડી થી વિક્ટોરીયા પાર્કની દીવાલને સમાંતર આવેલ