જૂનાગઢમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા શહેરના ખામધ્રોળ રોડ ઉપર આવેલ ડોક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ નું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું આ હોસ્પિટલની અંદર ૧૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં અનેક આધુનિક ટેકનોલોજી ઓપરેશન થિયેટર ગાયનેક વિભાગ સહિતની તમામ વ્યવસ્થાઓ નિશુલ્ક રાખવામાં આવી છે