Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 પાટણના ગોલાપુર ગામમાં 6 મહિલાઓ બહુમતી સાથે ગામમાં સત્તા સંભાળશે

પાટણના ગોલાપુર ગામે સરપંચ અને 8 વોર્ડની ચૂંટણીમાં ગામના બે વોર્ડ બિનહરીફ થતા ગામમાં સરપંચ પદ માટે બે મહિલાઓ અને એક વોર્ડમાં બે પુરુષ ઉમેદવાર તેમજ અન્ય 5 વોર્ડમાં 10 મહિલાઓ ચૂંટણી લડી હતી. ત્યારે હવે પરિણામ જાહેર થતા સરપંચ સહિત વોર્ડની 5 મહિલાઓ મળી બોડીમાં 6 મહિલાઓ હોય અન્ય સભ્યો સાથે મળી ગામની સુકાન સંભાળશે. ગોલાપુર ગામે ગ્રામ પંચાયતમાં સરપંચ દાવેદારીમાં હરીફ ઉમેદવાર સામે ઠાકોર વાલીબેન દિલીપસિંહ 32 મતોથી વિજેતા થયા હતા. યોજાયેલ 6 વોર્ડની ચૂંટણીમાં એક વોર્ડમાં બે પુરૂષ ઉમેદવાર પૈકી કિર્તીસિંહ વિજેતા થયા હતા. અન્ય 5 વોર્ડમાં મહિલાઓ વચ્ચે જંગ હતો. જેમાં વોર્ડ 2માં લક્ષ્મીબેન ઠાકોર 12 મતથી, વોર્ડ 3માં ભાવનાબા 5 મતથી, વોર્ડ 4માં ભારતીબેન 13 મતથી, વોર્ડ 5માં મંગુબેન 10 મતથી અને વોર્ડ 6 માં આશાબેન 10 મતથી વિજેતા થયા હતા. આમ ગ્રામ પંચાયતની બોડીમાં સરપંચ સહિત 5 મહિલા સભ્યો મળી છ મહિલાઓ બહુમતી સાથે વિજેતા બની છે. વિજેતા સરપંચ વાલીબેને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની બોડીમાં સૌથી વધુ મહિલાઓ હોય સાથે મળી ગામમાં વિકાસ અને સુવિધાઓ માટે તમામ વિજેતા ઉમેદવાર સાથે મળી કામ કરીશું.

संबंधित पोस्ट

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેશ કેરળના કોલ્લમ પહોંચ્યા, રાહુલ ગાંધી સાથે આજે 12 કિમી ચાલશે, કન્યાકુમારી-કોચી હાઈવે પર પ્રથમ સ્ટોપ પછી રાયપુર પરત ફરશે

Karnavati 24 News

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

Admin

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin