જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચાની કેન્દ્ર સરકાર દ્વારા ગોવા શીપ યાર્ડના ડાયરેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જામનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે સતત સાત વર્ષ કામગીરી બજાવનાર એડવોકેટ હસમુખભાઇ હિંડોચાની કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી કરવામાં આવી છે. હસમુખભાઇ હિંડોચા નવાનગર કો-ઓપરેટીવ બેંક અને રાજ બેંકના ડાયરેકટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓએ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘમાં પણ કામગીરી બજાવી છે. તેઓ અગાઉ નગર પ્રાથિમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચુકયા છે.
